ઉપાધિ ગમે ના જીવનમાં, કોઈને ઉપાધિ વિનાનો ના તોય રહે
ચંચળ મનડું ચંચળતા ના છોડે, ઉપાધિ ને ઉપાધિઓને નોર્ત્યુ રહે
દિલને મનડું અહં ના છોડે જીવન, ઉપાધિ ને ઉપાધિ વિના ના રહે
સુખ ચેન ત્યજી વ્હોરે જ્યાં, ઉપાધિ ઉપાધિ વિના ના કાંઈ રહે
શાંત જીવનના માંડીને મંડાણ, ઉપાધિઓમાં તો જીવન વ્હેતું રહે
હોય ભલે વધુ કે ઓછી ઉપાધિ, ઉપાધિ એ તો ઉપાધિજ રહે
ઉપાધિ છોડતા જો ના આવડે જીવનમાં, બીજી ઉપાધિ ઊભી કરતા રહે
કદી ઉપાધિઓ આવે સામટી, કદી એક એક કરતી એ તો આવતી રહે
કર્મોએ લાદેલી, બીનસમજદારીએ ઊભી કરેલી જીવનમાં જાગતી રહે
ઉપાધિ વિનાનું જીવન લાગે સૂનું, કદી જોમ ઊભું કરે કદી જોમ તોડતું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)