એક ખોવું ને બીજું પામું, રહ્યું જીવનમાં આમ ને આમ ચાલતું
મળ્યાનો ઉત્સવ મનાવું, કે ખોવામાં ગમમાં ડૂબું ના એ સમજાતું
હરેક વાતના હતા બે પાસા, કયા પાસાને વાતમાં મહત્વનું ગણું
હરેક સિક્કાની હતી બે બાજું, પડે ક્યારે સીધું કે ઉલટું ના સમજાતું
જીવનમાં છવાયેલા છે બે પાસા, એકમાં છે અંધારા બીજામાં અજવાળા
દિવસની છે બે અવસ્થા, સવાર ઉગે સ્ફુર્તી જાગે સાંજ ઢળે થકવતું
જિંદગીના તો છે બે પાસા, એક સુખથી ભરેલું બીજું દુઃખથી છલકાતું
કર્મના છે મુખ્ય બે પાસા, એક પાપમાં ડુબાડતું બીજુ પુણ્ય કરાવતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)