ઓ ડીસાની રે દાતારી, દેજે બુદ્ધિ અમને રે એવી
નિત્ય સ્મરણમાં રહે તું, નિત્ય દર્શન કરીએ તારું
કરાવજે કામ એવા, નીચી નજરથી ના આવવું પડે પાસે તારી
હકથી કહી શકે અમને તું, હકથી માગી શકીએ પાસે તારી
રહે ના દીવાલ આપણી વચ્ચે, રહે ના જુદાઈ વચ્ચે આપણી
ઉજવીએ ઉમંગથી નોરતા તારા, દેજે શક્તિ અમને ભરીને તારી
રહું કે કરું જગમાં રે કાંઈ, રહેજે સાથે તું મારી ને મારી
જેટલી સરળતાથી જોઈ શકે મને તું, એટલી સરળતાથી શકું તને નીહાળી
ઊઠે ના શંકા દિલમાં કે મનમાં, લેજે બધી શંકાઓ મારી હરી
રજમાત્ર પણ જુદાઈ રહે ના વચ્ચે તો કાંઈ આપણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)