Hymn No. 353 | Date: 03-Feb-1986
|
|
Text Size |
 |
 |
`મા' નું નામ બોલ મનવા, `મા' નું નામ બોલ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ કૂદાકૂદી બહુ કરી મનવા, હવે કૂદાકૂદી છોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ સમય વિતાવ્યો ખોટો મનવા, `મા' માં ચિત્તડું જોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ નામ તો આવશે સાચું, હૈયેથી માયા તોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ દિ, દુનિયાનું દર્દ ભૂલી, હૈયું `મા' ના ચરણમાં જોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ અનેક ઊપાધિ હૈયે વીંટી, હૈયામાંથી બધી છોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ કાયા તારી ચાલે છે જ્યાં `મા' માં ચિત્તડું જોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ હૈયે તારે શાંતિ આવશે, નહિ પડશે કોઈ મોલ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ લેતા એનું નામ મનવા, અંતરના પટ ખોલ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ નામ એનું આવશે સાથે, જગની ઊપાધિ છોડ ભવસાગર તરવા મનવા, `મા' નું નામ બોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|