મારા મનનું શાંત સરોવર, ક્યાંથી કિસ્મતની નજરે ચડયું
સમજાતું નથી જીવનમાં કોણે એને, મારુ સરનામું દઈ દીધું
ચડયું જ્યાં એ કિસ્મતની નજરે, એની છેડતી કર્યાં વિના ના એ રહ્યું
શાંત હતા જ્યાં જળ એના, અચાનક તોફાન એમાં ઊભું થયું
મળતું હતું ચિત્ર કુદરતનું એમાં, આજ બધું એ ડહોળાઈ ગયું
પ્રેમ હતી સંપત્તિ ઊછળતી હૈયે, વેરે સ્થાન એનું લઈ લીધું
કરવી ફરિયાદ જઈને એની કોને, કિસ્મત જ્યાં એ મારું ને મારું હતું
ડહોળાતું ને ડહોળાતું ગયું જળ જ્યાં, ચિત્ર કુદરતનું જોવા ના મળ્યું
એ ડહોળાયેલા જળને શાંત કરવા, પરમ પુરુષાર્થ બીડું ઝડપયું
ચાલતો રહ્યો આ જંગ, આયુષ્ય ધીર ધીરે એમાં વીતતુ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)