કોણ હશે રે એવો પીધા ના હોય સંસાર વિષ જીવનમાં
કોઈએ પીધા બુંદ બે બુંદ, કોઈના ભાગે આવ્યા વિષના કટોરા
સુખી સંસાર વિષે રગદોળાથી, ડચકા ખાતા ખાતા જીવ્યા
હતી સુખની ખેવના હૈયે, જાણી જાણી કટોરા ઝેરના પીધા
કોઈએ કટોરા પચાવી જાણ્યા, કોઈ એને ઓકતા ને ઓકતા રહ્યા
વિષ કોઈને હૈયે ઊંડા ઊતર્યા, જીવન રસકસ વિનાના બન્યા
જીવન જીવ્યા એમાં એવા, જાણે જગમાં જીવતા મડદા ચાલ્યા
સાચી સેવામાં તો જગમાં, પીવા પડે છે ઝેરના પ્યાલા
જગ કાજે તો પાર્વતી પતિ શીવે પીધા ઝેરના પ્યાલા
સંસાર લાજે મીઠો ફળ કડવા, જાણી જાણી પીવા પડે ઝેરના પ્યાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)