ઇચ્છાઓ જીવનમાં જ્યાં નિર્લજ્જ નૃત્ય કરવા લાગી
હૈયાની શાંતિ એમાં હરાઈ ગઈ (2)
પ્રેમમાં જ્યાં વાસનાઓ ભળી, પ્રેમની સુગંધ એમાં વિખરાઈ ગઈ
નજરો મયામાં જ્યાં લપેટાઈ ગઈ, વિશુદ્ધતા એની ખોવાઈ ગઈ
અસત્યની ધારા વાણીમાં વ્હેતી ગઈ, વાણીની મહત્તા ખોવાઈ ગઈ
આળસ હૈયામાં ઘર કરતી ગઈ, પુરુષાર્થમાં રૂકાવટ ઊભી કરતી ગઈ
દિલે દર્દની દોસ્તી થાતી ગઈ, ગહેરાઈ દિલમાં એની ઊતરતી ગઈ
સંગીતની ઘૂન મનમાં રેલાઈ ગઈ, દિલની નવી દુનિયા ઊભી થઈ
દર્દે દર્દે આગ લાગી દિલમાં, હાલત દિલની નાજુક બની ગઈ
ડગલેને પગલે પડયું ઝઝુમવું જગા સાથે, ઇચ્છાઓ ના પૂરી થઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)