Hymn No. 356 | Date: 06-Feb-1986
|
|
Text Size |
 |
 |
વીજળીના ચમકારા માડી, એ તો આંખોથી દેખાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય લીલા કરતી તું તો માડી, ક્યાંય દેખી ના દેખાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય બુદ્ધિ નથી દેખાતી ક્યાંય માડી, એમાં તારી શક્તિ દેખાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય એક બુંદમાંથી માનવ સર્જ્યો માડી, તારી શક્તિ ભરી એમાં તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય કર્તા તું તો જગની રહી માડી, તોયે માનવ મનમાં ફુલાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય શ્વાસે શ્વાસની રચયિતા તું માડી, તારી ઇચ્છાથીજ લેવાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય તારી શક્તિથી માનવ ચાલે માડી, તોયે હૈયે અહં ના સમાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય પાપીના હૈયામાં વસીને માડી, એનું પરિવર્તન કરી જાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય તારી કૃપા ઉતરે જેના ઉપર માડી, તેને જ તારા દર્શન થાય તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|