નસા ચડયા જીવનમાં એના એવા, ખુદનું ભાન ભૂલી ગયા, એના ભાનમાં ડૂબી ગયા
જલ્યો દીપક એનો જ્યા હૈયે, વિસ્તર્યો પ્રકાશ જ્યાં, દર્શન એવા એના થયા
દુઃખની સંધ્યા ડૂબી ગઈ એમાં, સુખના સોનેરી કિરણો એમાંથી ફૂટયા
એક નશો જ્યાં ઊતર્યો, જીવનમાં ત્યાં બીજા નશા તો ચડતા રહ્યા
કંઈક નશા ડુબાડતા રહ્યા જીવનને, કંઈક ચડયા એવા, જીવનને ઉંચે લઈ ગયા
કંઈક નશાએ જીવન ઘડયા, કંઈક નશાએ કિંમત માનવીની ઘટાડતા રહ્યા
જ્ઞાનના નશામાં જ્ઞાની બન્યા, દાનના નશામાં માનવી દાની બન્યા
આળસના નશાથી આળસી બન્યા, પ્રેમના નશાથી પ્રેમી રહ્યા
ચડયા ભક્તિના નશા સાચા જીવનમાં, મુક્તિને કાબીલ એણે બનાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)