છુપાવી તારી જાતને તારાથી, છુપાવી જગથી, ના છુપાવી શકીશ પ્રભુથી
ગણ્યા ના તેં એને તારા, ના દેખાવા છતાં, રહ્યા ના દૂર એ તારાથી
વીંધી દે હૈયું એનું ભાવથી ભિંજાશે હૈયુ તારું ભાવથી લાગશે ના દૂર તારાથી
ઉકેલવા બેસીશ ઉકેલો રાગદ્વેષથી, ગૂંચવાતું રહેશે જીવન એમાં એનાથી
મળ્યો ના કોઈ ફાયદો જાતને છુપાવી રાખવાથી, સમજાયું જીવનમાં સમજદારીથી
કરી કરી ઘણી નાદાની જીવનમાં, કર્યો ઉમેરો શાને છુપાવવા પ્રભુથી
છુપાવી છુપાવી દોષો તારા તારાથી સૂધર્યા ના દેષો જીવનમાં એનાથી
અન્યના દોષો જોઈ શાને હરખાયો, રહ્યો છે અજ્ઞાન તું તારા દોષોથી
ઉકેલશે ના ઉકેલો જીવનના, દુઃખી થવાથી કે દોષોમાં ડૂબ્યા રહેવાથી
એક દોષ છુપાવવા જીવનમાં, પડશે છુપાવવા અનેક દોષો પ્રભુથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)