છવાઈ ગયો નશો દિલમાં, નજરો ના બાકી એમાં રહી
કરું વખાણ કોના, એકેને નારાજ કરવાની હિંમત ના રહી
પૂછવા દિલને રોક્યું, નજર ખોટું ના એમાં લગાડીને ચકચૂર જાજે બની
છીએ પ્રેમના બંને ભાગીદાર, ચાલશે ના એક વિના બીજાને
સમજી જાજે રે તું, સમજાવી દઉં છું એ તને રે હું
લાગશે ઘા જો દિલને નજર આંસું સાર્યા વિના રહેવાની નથી
એકબીજા છીએ સાથીદાર, સાથ નીભાવજે એમાં તું
વહાવ્યા નથી આંસુ એકલાયે તેં એકવાર દિલ ખોલીને જો
વરસાવી આંસુઓની વર્ષા, કરી શકીશ બરોબરી એની રે તું
વહાવી આશું ખાલી થાય ના દિલ, મારુ શું કામ છે એવા આસૂનું
રહેશે વહેતી ને વહેતી ધારા, જોઈ ના શકીશ જીવન છે જીવવા જેવું
છે ચાવી જીવનની હાથમાં તારા, નીકળે છે શોધવા બહાર શાને તું
ખોવાઈ ખોવાઈ આવ્યો જગમાં, પડશે શોધવા, શોધી શકીશ તને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)