જોમ જોમમાં કર્યાં કર્મો પરિણામોએ જોમ ઊતારી દીધું
સમજાવી ના શક્યા સગાં કે મિત્રો જે, પરિણામોએ સમજાવી દીધું
કર્મોએ બાંધ્યા, મુક્ત રહેવા, કર્મોને તો સમજાવી દીધું
જીવનના શાંત જળને જગમાં કર્મોએ તો ડહોળી નાંખ્યું
અદ્ભુત છે રચના કર્મોની, જીવનને એના તાંતણે બાંધ્યું
ગોતવા બેસીએ એના છેડા, અનેક તાતણાઓથી છે બંધાયેલું
સુખદુઃખ સંગે ખૂબ રમત રમે, જીવનને તો એમાં રમાડયું
આવા અગમ્ય કર્મોથી કેમ છૂટવું, જીવનમાં ના સમજાયું
મુક્તિ છે લક્ષ્ય, બંધનોથી જીવનને મુક્ત કેમ બનાવવું
નાના મોટા બંધનોથી છે બંધાયેલા સહુ, કેમ છોડવા ને છૂટવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)