રોજ આપી વિચારોને જન્મ, ખૂન એનું કરતો રહ્યો છું
છે અહિંસાને માટે બારમો ચંદ્ર, દૂર એનાથી તો રહ્યો છું
નથી પચાવી અહિંસાને દિલથી, હિંસા આચરતો રહ્યો છું
સ્વાર્થમાં સહુને અલગને અલગ પાડતો આવ્યો છું
નથી નાદાન જીવનમાં નાદાનિયત કરતો આવ્યો છું
થવાના નથી કોઈ મારા, તોય મારા ને મારા ગણતો આવયો છું
છે અજંપો, ખૂબ દિલમાં, અજંપામાં જીવતો આવ્યો છું
રાખી ના કાબૂમાં ઇચ્છાઓને, ઘણું ખોતું કરતો આવ્યો છું
થાકું વિચારોથી, થાક એનો, વિચારોથી ઊતરતો આવ્યો છું
રહ્યા નથી આપણે આપણા, પ્રભુને આપણા બનાવવા આવ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)