છે ઉદાસી શાની હૈયામાં, શું કાંઈ ખોવાયું શું ના કાંઈ મેળવાયું
પ્રેમ વિનાનું હૈયું તારું રહે, નિત્ય ઉદાસ, કારણ ના શું એનું જડયું
ઇચ્છાઓની વણઝાર વધારી, રહ્યું શું એની નીચે એ દબાતું ને દબાતું
કંઈક થઈ પૂરી, કંઈક રહી અધૂરી, ઉદાસ એમાં એ શું બન્યું
માન અપમાનના મોજા ઉછળ્યા હૈયામાં, શું ઘાયલ એમાં તો એ થયું
થયા શું ઝઘડા એવા તો મોટા, હૈયું ના એને હૈયામાં જિરવી શક્યું
દુઃખદર્દ હૈયામાં જાગ્યું, ના છોડી શક્યું, ના જિરવી શક્યું
તરક્કી ના અન્યની જિરવાણી, શું ઈર્ષ્યાનું ભૂત વળગ્યું
શું હક લીધો કોઈએ છિનવી શું એ અન્યાય દિલને ખટક્યું
હરાઈ મનની શું શાંતિ, શું દિલની શાંતિ, ચિત્ત એમાં શું ડહોળાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)