દિલમાં વ્હાલનો દરિયો જ્યાં વિસ્તર્યો, પ્રેમનો દરિયો ત્યાં એમાં ઘૂઘવ્યો
સંબંધોનું પુષ્પ ખીલ્યું જ્યાં એમાં, મહેકનો દરિયો ત્યાં એમાં ફૂટયો
સમજણનાં દ્વાર ખૂલ્યાં જ્યાં જીવનમાં, શાંતિનો દરિયો જીવનમાં ઘૂઘવ્યો
આશાની કળીઓ ખીલી જ્યાં જીવનમાં, ઈંન્તેજારીને દરિયો ત્યાં ઘૂઘવ્યો
મારાપણાનો ભાવ દિલમાં જ્યાં વિસ્તર્યો, લોભનો દરિયો ત્યાં ઘૂઘવ્યો
દિલની દિલમાં સધાઈ જ્યાં એકતા, સ્નેહનો દરિયો ત્યાં ઘૂઘવ્યો
સાચી સમજદારી જાગી જ્યાં દિલમાં, સહનશીલતાનો દરિયો ત્યાં ઘૂઘવ્યો
સાથ ને સાથ દેતું ગયું જ્યાં તકદીર, પ્રગતિનો દરિયો ત્યાં ઘૂઘવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)