જોવું ઘણું બાકી હતું ઘણું, જોવાનો કેફ તો ચડી ગયો
સમજવા થોડું બાકી હતું ઘણું, સમજણનો કેફ તો ચડી ગયો
જાણ્યું થોડું બાકી રહ્યું ઘણું, જાણકારીનો કેફ તો ચડી ગયો
હું સાચો હું સાચો કરવામાં, જોઈ ના શક્યો સચ્ચાઈ બીજાની
જીવનમાં ને દિલમાં, સચ્ચાઈનો કેફ જીવનમાં ચડી ગયો
વટાવી ગયો કેફ સીમા, એમાં ખોટું ને ખોટું કરી બેઠો
હતી દૃષ્ટિ જોવાની જીવનને જુદી, બીજાની દૃષ્ટિએ ના જોઈ શક્યા
ઝરણું પસ્તાવાનું ફૂંટુંફૂંટું થઈ રહ્યું, અહં એને અટકાવી રહ્યો
કેફ ચડયો એવો હૈયામાં અહંનો, જ્યાં એક વાર એ ચડી ગયો
નવલા રંગે રંગાયા જીવનમાં, રંગ ખુદનો ખોઈ બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)