સમજદારી તો જીવનમાં, જીવનનો એક અણમોલ ખજાનો છે
ભીંજાય જ્યાં એ ભક્તિમાં, ધારદાર એને એ બનાવે છે
દૂરનાં ને દૂરનાં રહેવા દે, દિલની નજદીક એને એ લાવે છે
રાહ જીવનની ખોલી, સહુનાં હૈયા ઉપર જીત એ અપાવે છે
કરવું શું શું ના કરવું, બરાબર જીવનમાં તો એ સમજાવે છે
દુઃખદર્દની છે દવા એ તો, ના સમજે એ તો ગુમાવે છે
મિથ્યાભિમાન છે દુશ્મન એનો, જુદા છેડે એ તો વસે છે
તોડયા સમજદારી સાથે નાતા જેણે, જીવનને દુઃખી બનાવે છે
કર્યું ખોટું જીવનમાં જેણે, સમજદારી એને તો સતાવે છે
સાચી સમજદારી હારની બાજીને જીતમાં પલટાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)