અટકશે ના વાત કહેવી ઘણી છે, હૈયે ઉમંગની ભરતી ભરી છે
કરું ક્યાંથી શરૂ ના સમજાય, અનેક છેડા મળવા એમાં મુશ્કેલ છે
ભર્યોભર્યો છે ભાર ઘણો, કહીકહી હૈયે ખાલી બનવું છે
પકડું એક છેડો હાથમાં, ત્યાં બીજો છેડો હાથમાં આવી જાય છે
પ્રેમથી સંઘરી હતી હૈયામાં ઘણી, ઉત્પાત આજે એ મચાવી રહી છે
આવો જો સાંભળવા, કંટાળો જાળવી લેજો, કહેવી આજ તો જરૂર છે
દુઃખદ ને સુખદ બંને એમાં ભરી છે, ધન્ય તો દિલને બંને સંઘરી છે
તન્મય થાશું જ્યાં એમાં એવાં, જગ બધું એમાં ભુલાઈ જવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)