સમય તો વીતતો જાય છે, દિન ને રાત આમ વીતતા જાય છે
સમય તો ના રોકાય છે, ના કર્યાનો અફસોસ હૈયે રહી જાય છે
આવ્યું ના કાંઈ હાથમાં, સમય હાથમાંથી તો સરકી જાય છે
પ્રેમની રોટલી ના કાંઈ ચિંતાની તાવડી ઉપર શેકાય છે
સંઘર્ષ ને ખેંચાણ જાગે દિલમાં, ના મુક્ત એમાંથી રહેવાય છે
પ્રેમનો દરિયો ઘૂઘવે જ્યાં પૂરબહારમાં, ના સમય રોકી શકે છે
દીવાનાપણાની દીવાનગીરી સમયમાં તો બધું ખીલે છે
સમયને ના રાત કે દિન છે, સમય સહુનો સાક્ષી બનીને રહે છે
સમયના હાથમાં સહુ છે, ના સમય તો કોઈના હાથમાં રહે છે
સમય જ સમયને ઝીલી શકે, ના સમય તો કોઈથી ઝીલાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)