રાત લાંબી ચાલી ના ટૂંકી લાગી, સપનાની બારાતમાં સવારી ચાલી
હતી ધાંધલધમાલ ઘણી, તાનેતાનમાં મસ્ત સવારી ચાલી
ધડકને ઉમંગોના પ્યાલા ભરી, સપનામાં પ્રેમની મહેફિલ જામી
કોણ હતા કેવા ને ક્યાં, ના કાંઈ એમાં તો એની પૂછતાછ ચાલી
સહુ હતા રંગેરંગમાં રંગાયેલા, અનેક રંગોની એમાં મહેફિલ જામી
જુદી જુદી મંઝિલે તાલ મેળવી, નવી મંઝિલે તો સવારી ચાલી
ભાવો જુદા જુદા, દિશાઓ જુદી, એક દિશામાં ભાવોની સવારી ચાલી
હતાં મિલન એમાં, હતી જુદાઈ એમાં, સપનાની બારાતની સવારી ચાલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)