રહે હસતા ને રાખે હસતા, જીવનમાં અમને આ જોઈતું હતું
વિષાદભર્યાં મુખે રહેવું ઊભા તારી સામે, ના એ ગમતું હતું
દુઃખદર્દની ન કરવી હતી ફરિયાદ, સહન એને કરવું હતું
સુખશાંતિભર્યું જીવીએ જીવન, જીવન એવું અમને ખપતું હતું
લેવું હતું ઘણુંઘણું પાસે તારી પ્રભુ, દિલ તો તને દેવું હતું
રાખવો છે સદા તને દૃષ્ટિમાં પ્રભુ, તારી દૃષ્ટિમાં રહેવું હતું
કર્મોનું તો છું પૂતળું, પ્રભુ તુજ ચરણમાં ચિત્ત જોડવું હતું
કહેવું છે તને થોડું, પ્રભુ તારી પાસે સાંભળવું ઘણું હતું
કરીએ કર્મો ભલે જગમાં, મધ્યમાં પ્રભુ તને તો રાખવું હતું
અદબ વાળીને ના બેસજો તમે, આવી દિલમાં તો વસવું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)