કોઈની વાતો મોટી, કોઈનાં કામ મોટાં, જગ તો આમ ચાલતું રહે
કોઈ સાંભળે થોડું, બોલે ઝાઝું, કોઈ બોલે થોડું, સાંભળે ઝાઝું
કોઈ જુએ ઝાઝું, સમજે થોડું, કોઈ સમજે થોડું ઝાઝું, જુએ થોડું
કોઈ લખે ઝાઝું વાંચે થોડું, કોઈ વાંચે ઝાઝું લખે થોડું
કોઈમાં ધીરજ થોડી, ઉતાવળ ઝાઝી, કોઈમાં ઉતાવળ થોડી, ધીરજ ઝાઝી
કોઈ કરે મહેનત ઝાઝી, પામે થોડું, કોઈ કરે મહેનત થોડી, પામે ઝાઝું
કોઈ સાચું બોલે થોડું, જૂઠું ઝાઝું, કોઈ સાચું બોલે ઝાઝું જૂઠું થોડું
કોઈ કરે મદદ ઝાઝી, લે થોડી, કોઈ કરે મદદ થોડી, લે ઝાઝી
કોઈ દે સાથ સહુને, ચાહે ઓછા, કોઈ સાથ ના દે કોઈને, ચાહે સાથી સહુનાં
કોઈના દિલ પર ભાર ઝાઝા, હળવાશ ઓછી, કોઈનું દિલ હળવું હોય, ભાર ઝાઝો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)