ખુદાના ખોફથી બચવા, ખુદાના ખલ્કમાં, ખુદાના બંદાને સતાવશો નહીં
ઈમાનદારીની જ્યોત જલાવી દિલમાં, જીવનમાં બેવફા એને તો બનશો નહીં
મહોબ્બતભરી નજરોથી મહોબ્બત વરસાવી, જીવનમાં કોઈને બાતલ રાખશો નહીં
કરી દિલમાં ઇન્તેજારી ખુદાની, જીવનમાં ધીરજમાં એમાં તો ખૂટશો નહીં
લ્યો છો દ્યો છો બધું તો ખલ્કમાંથી, જરૂરિયાતમંદોને વંચિત રાખશો નહીં
દિલમાં ઇન્સાનિયત ભરી, જગમાં ઇન્સાનને ઇન્સાનિયતથી જોવું ભૂલશો નહીં
બાળકો છે ફૂલ ખુદાનાં, સારી દેખભાળ કરવી જગમાં તો ભૂલશો નહીં
નિખાલસતાની પ્રગટાવી જ્યોત દિલમાં, નજરથી પ્રકાશ એને વહાવાનો ભૂલશો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)