હાથ પકડી જીવનમાં મારો રે પ્રભુ,વ્હાલા મારા પ્રભુ, મને હવે ઉગારો
રહી છે તાણતી ને તાણતી જીવનમાં તો મને, મને તો અનેક તાણો
ખેંચશે મને ક્યાંથી ને કેમ, મળતા નથી જીવનમાં મને એના અણસારો
તપતાને તપતા રહ્યાં છીએ જીવનમાં, તપતા રહ્યાં છે જીવનમાં અનેક તાપો
રહ્યો છું ડૂબતોને ડૂબતોને ડૂબતો, કંઈક વિકારોના ખાડામાં, બહાર એમાંથી કાઢો
તરસ્યા મારા સૂકા જીવનને રે પ્રભુ, તારા પ્રેમનો પ્યાલો એને પીવરાવો
અંધકારભર્યા મારા જીવનને રે પ્રભુ, હાથ પકડી માર્ગ મને એમાં બતાવો
હાલક ડોલક થાતા મારા જીવનને રે પ્રભુ, પકડી હાથ સ્થિરતા અપાવો
અનુભવશૂન્ય મારા જીવનમાં રે પ્રભુ, અલૌકિક અનુભવ તમારો અપાવો
જગમાં ફરતી બધે મારી દૃષ્ટિને રે પ્રભુ, તમારી દૃષ્ટિમાં દૃષ્ટિ મેળવાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)