માણસાઈનો દીવો જ્યાં પ્રગટે દિલમાં, કર્તવ્યની જ્યોત પ્રગટે છે
કર્તવ્યની વિવિધ જ્યોતને, એની સીમાએ એ પહોંચાડે છે
મુડદાલ જીવનને પણ જગમાં, પ્રાણવાન એ બનાવે છે
જલે પૂર્ણપણે જ્યાં દિલમાં, અવગુણોને ત્યાંથી ભગાવે છે
જલી જ્યાં જ્યોત સાચી દિલમાં, પ્રભુને પ્યારા લાગે છે
કોઈ સરહદ અટકાવી ના શકે એને, ખુદની સરહદ એ બનાવે છે
પ્રગટયો પૂર્ણપણે જેના દિલમાં, મુખ પર તેજ એનું પ્રગટાવે છે
પ્રગટી જ્યાં સાચી જ્યોત દિલમાં, સર્વે ગુણો એમાં જાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)