દેવું હોય બીજું કે ના બીજું
દેજે બસ એટલું રે માડી, તારા વિના ચિત્ત મારું બીજે લાગે નહીં
દૃષ્ટિ ફરે ભલે બધે, તારા વિના તૃપ્તિ બીજે ક્યાંય મળે નહીં
જોઈએ જીવનમાં સાથ, તારા વિના સાથ બીજાનો માગે નહીં
કરતાં રહીએ કર્મો ભલે જીવનમાં, તારા ચરણમાં ધર્યા વિના રહીએ નહીં
દેજે બુદ્ધિ એવી, તારા કાર્યમાં ખોડ કાઢવા બેસે નહીં
સુખદુઃખ તો છે મોજાં જીવનનાં, ગાંઠ એમાં એ પાડે નહીં
દેજે સમજ એટલી, હરેકમાં એ તને તો જોયા વિના રહે નહીં
હસતું રહેવું છે જીવનમાં, હસતા રાખ્યા વિના તો એ રહે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)