Hymn No. 374 | Date: 19-Feb-1986
|
|
Text Size |
 |
 |
ઝાંઝરના ઝમકાર વાગ્યાં, સૂતા દેવલોક જાગ્યાં, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં આંખે અમીરસ ભર્યાં, હૈયામાં ભાવો છલકાયાં, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં અનેરા તાલો લેવાયાં, પગલે પગલે કંકુ વેરાણા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં અનોખા તેજ પથરાયાં, ભાનુદેવ ઝાંખા દેખાયા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં અનેરા રંગો રેલાયાં, હૈયે ઉલ્લાસ ન માંયા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં અણુ અણુએ આનંદ રેલાયાં, હૈયે ઉમંગ ઊભરાયા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યા સૌના સાનભાન ભુલાયા, હૈયે આનંદ લહેરાયા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં દર્શન માટે સૌ અધીરા દેખાયાં, વેરઝેર ત્યાં ભુલાયા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં માએ અમીના છાંટણાં છાંટયાં, એની કૃપામાં સૌ નાહ્યા, રમવાને રાસ માડી, એ તો અવનિ પર આવ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|