વિશ્વમાં પથરાયેલી છે તારી શક્તિ, તારી શક્તિને વંદન કરું
ભરીભરી તારી શક્તિ મુજમાં, તનમનને ચેતનવંતું કરું
તારી શક્તિ ભરી ચરણમાં, ભરું ડગલાં જીવનમાં તો શક્તિભર્યાં
ભરું તારી શક્તિથી જીવનના હર શ્વાસોશ્વાસ તો મારા
ભરું તારી શક્તિથી આંખો મારી, દૃષ્ટિને ચેતનવંતી કરું
ભરું ચેતનવંતું નામ તારું શ્વાસોમાં, બનાવું જીવન ચેતનવંતું
ભરી શક્તિ તારી દિલમાં, દિલને ચેતનવંતું કરું
ભરું તારી શક્તિ કાનમાં, શ્રવણશક્તિને ચેતનવંતી કરું
ભરું તારી શક્તિ વાણીમાં, વાણીને ચેતનવંતું કરું
ભરી મગજમાં શક્તિ તારી, મગજને ચેતનવંતું કરું
ભરી શ્વાસેશ્વાસમાં શક્તિ તારી, જીવનને ચેતનવંતું રાખું
ભરું તારી શક્તિ હાથોમાં, કરવા કાર્ય સર્વ મારાં પૂરાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)