વસાવી દઈશ તારાં દિલમાં રાધાને, આવશે કાનુડો દોડી દોડી
સૂર ને તાલ થાશે જ્યાં ભેગા, રમે રાસ રાધા-કૃષ્ણની જોડી
વસે જ્યાં રાધા વસે ત્યાં કાન, રહે જ્યાં કાન રહે ત્યાં રાધા ગોરી
છે નામ અલગ અલગ છે, બને તો શ્વાસની એક દોરી
રમે એ તો રાસ સદા, રમે એ ગોપ-ગોપીઓની સંગ ઘૂમી
રહે જ્યાં પ્રભુ, વરસતી રહે ત્યાં પ્રેમની તો ધારા
જેમ ધબકતા દિલને ધબકતું રાખવા શ્વાસની છે દોરી
પ્રિયતમ પરમાત્માને ભક્તિની તો છે અખંડ જોડી
વસશે એક જ્યાં દિલમાં આવશે બીજો દોડી દોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)