કહેવું કોને, કહેવું કેટલું, ગણવા કોને પોતાના ના સમજાય
રહ્યા છીએ ચૂપ એમાં એટલે, મૌન અમારું તો નહીં સમજાય
હર વાતના કરે અર્થ ખોટા, વાત એને કેમ કરી સમજાવાય
વાત કહેવી હોય ઘણી, જો કાઢે ના સમય કેમ કરી કહેવાય
કીધા વિના દર્દ હૈયાનું, જીવનમાં કેમ કરીને ખાલી કરાય
હસવું છે જીવનમાં, દર્દ ના દે હસવા, દર્દ હૈયામાં ના જીરવાય
દર્દનો બોજ જાય વધતો જીવનમાં, કેમ કરીને એ સહેવાય
કરીએ તૈયારી, કરવા હૈયું ખાલી, રૂપ એનું ત્યાં બદલાય
મૂંઝારામાં ને મૂંઝારામાં વિતાવીએ દિન, ના દિન જલદી કપાય
આવે પરિસ્થિતિ જીવનમાં સહુની, પ્રભુ વિના સાથે ના બીજું દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)