બનાવજે રે પ્રભુ મારા દિલના પ્રેમનો સાગર, જાજે બની એનો કિનારો
ઊછળે સુખનાં ભલે મોજાં એમાં, પહોંચાડજે એને તું તારા કિનારે
સંસારતાપમાં બનજે ઝાડ એવું, દેજે એમાં મને શીતળ છાંયડો
નીરખું જગને સાચી રીતે, બનજે મારી આંખડીનો ચમકતો તારલો
બનાવજે મારા જીવનને સંગીત એવું, બનજે તું મારા સંગીતના સૂરો
મટે સઘળો અંધકાર જીવનમાંથી મારા, રહેજે હૃદયમાં બનીને દીવડો
મટે જન્મોજનમની તડપ મારી, વરસજે એવો બનીને મીઠો મેહુલીયો
મંજૂર છે બધું તારું મને, બસ સદા હાથમાં રાખજે તું મારું દોરડું
મળ્યો છે માંડમાંડ ના છટકતો હવે, પાછો મુશ્કેલ છે તને ગોતવો
ધીમે ધીમે પ્રેમથી ને વ્હાલથી પીવડાવતો રહેજે, તારા પ્રેમનો ઘૂંટડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)