યાદ કરું પ્રભુ તને, કાંઈ મહેરબાની તો કરતો નથી
દીધું છે મને તો એટલું, અંશ એમાં તો વાળી શકતો નથી
પ્રેમના જામ પાયા એટલા જીવનમાં, એનો અંશ પણ થઈ શકતો નથી
રહ્યો છે સદા ઉદાર ને ઉદાર તું, માપી એને તો શકતો નથી
અટવાઈ માયામાં તારી ભૂલ્યો તને, તોય તું અમને ભૂલ્યો નથી
કર્યું સાચું કે ખોટું જીવનમાં, તારા દિલમાંથી અમને હડસેલ્યા નથી
સુખસંપત્તિના દાતા તને બદલામાં, અમે કાંઈ દઈ શકતા નથી
રહી સાથે ને સાથે ગોતવી મુશ્કેલ, તમારા વિના કોઈ કરી શકતા નથી
કરો છો જગમાં સહુની રખવાળી, રક્ષાની બહાર કોઈને રાખ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)