એ દિવસ યાદ કરો, એ દિવસ યાદ કરો
હતી એ મુલાકાત પહેલીપહેલી, હતા બંને આપણે અજાણ્યાં
ના હતો દિલમાં કોઈ ભાવ કે ભાવના, દિલ હતાં અજાણ્યાં
ના જાણ હતી તમારી જીવનશૈલીની, વિચારથી હતાં અજાણ્યાં
બોલાવ્યા તમે ને અમે આવી ગયા, હતા એ વાતથી અજાણ્યાં
સમજાયું ના અદૃશ્ય તાંતણા પ્રીતના ક્યારે બંધાયા
ના હતાં જાણીતાં તમે અમારાથી, તોય ના લાગ્યા અજાણ્યાં
ના પડી ખબર ક્યારે કર્યાં દિલેદિલનાં તો વધામણાં
સમજવું મુશ્કેલ છે જોડાયા ક્યારે એમાં તો પવિત્ર બંધનના તાંતણા
દિલેદિલના એ અદૃશ્ય તાંતણા, આખર મીઠા બંધનમાં અમને બાંધ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)