રહી જાય છે ઘણુંઘણું બાકી, લાગે પડશે જીવન પણ ઓછું
અટકી નથી રફતાર ઇચ્છાઓની, રહી જાય છે બાકી ઘણુંઘણું
સીમિત શક્તિ છે મારી, ઇચ્છાઓની શક્તિને ક્યાંથી પહોંચું
અટવાયો છું એવો મારી ભ્રમણાઓમાં, જાતને એમાંથી ક્યાંથી શોધું
મન રહ્યું છે નિત્ય બહાર ને બહાર તો ફરતું, સાથ એનો તો ચાહું
કરું તો કેવી રીતે કરું, વધતી ને વધતી ઇચ્છાઓનો સરવાળો
ઇચ્છાઓએ છીનવી લીધું છે જીવનમાંથી મારા, ચેન મારા અંતરનું
જન્મોજનમ લીધા ઘણા તોય પૂરું નથી થયું મારું આ રડવાનું
અટવાઈ ગયો છું એવો સપડાઈ ગયો છું એવો, ભૂલી ગયો મારું ઠેકાણું
સમજાય છે નિરર્થકતા એની, સમજાતું નથી જાત મારી ક્યાંથી છોડાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)