મુક્તિ તો છે જીવનમાં, જ્યાં જીવનની મંઝિલ તારી
દુઃખદર્દનાં નગારાં શાને વગાડે છે, નાની વાતોમાં ધમાલ શાને મચાવે છે
મુક્તિ તો છે જ્યાં જીવનપથ તારો, નાનાંનાનાં બંધનો શાને સ્વીકારે છે
વસાવવા છે પ્રભુને જ્યાં હૈયામાં, હૈયાને માયામાં શાને નવરાવે છે
વેડફવો નથી સમય જીવનમાં, સમય આળસમાં શાને વીતાવે છે
ધ્યેય ભૂલીને જીવનમાં રઝળપાટમાં, જીવન સારું શાને વીતાવે છે
ચાલી ખોટી રાહે જીવનમાં, સ્વપ્ન સાચાં સુખનાં શાને સેવે છે
ભૂલીને પોતાને પામવાનું, હૈયે ભેદભાવ શાને જગાડે છે
જીવન શાંતિ ભૂલીને હૈયે, અશાંતિનો નાદ કેમ જગાડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)