દર્દ રડતું હતું દુઃખ ઉદાસ હતું, પૂછ્યું સમજાયું માનવમાં સમજદારીનો પવન ફૂંકાયો હતો
ચીસ દર્દભરી ઓછી થાતી ગઈ, સહનશીલતાની માત્રામાં વધારો થયો હતો
પ્રવેશનું મેદાન સાંકડું હતું, માનવીમાં કુસંપની માત્રા ઓછી થાતી રહી હતી
ઇચ્છાઓનો ધોધ જ્યાંત્યાં વહેતો ના હતો, ઇચ્છાઓ પર માનવી કાબૂ મેળવી રહ્યો હતો
નજરમાંથી ઈર્ષ્યાઓ ઘટતી રહી હતી, સર્વત્ર પ્રેમભર્યા સહકારનું સામ્રાજ્ય હતું
મનની મોકળાશ હતી, છૂપાવવા જેવું માનવી પાસે મનમાં તો કાંઈ ના હતું
આમન્યા ને આમન્યા સહુની દિલ પર મહેર હતી, ભૂલ ના એમાં કોઈ કરતું હતું
નજરનજરમાંથી સંતોષ વહેતો હતો, મુખ પર ઉલ્લાસની લાલી હતી
જોઈને આવી સુખદ સ્થિતિ જગની, મુખ પર પ્રભુના વિસ્મયની આભા હતી
મુખ પર હૈયાની લાલી હતી, સર્જનની સાર્થકતાની આભા પ્રસરી હતી
સમજાતું નથી હતું એ એક સોનેરી સ્વપ્ન હતું, વાસ્તવિકતાની ચાહના હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)