આવ્યા લઈલઈ કંઈક વારસાઓ, જગમાં લઈલઈ જગમાં સહુ …
અરે કંઈક વારસાઓએ ડૂબાવ્યા ને કંઈક વારસાને શોભાવ્યા લઈ …
માનવતનડું મળ્યું જગમાં, માનવતાનો વારસો લઈને આવ્યા
કંઈકે માનવતાના દીવા પ્રગટાવ્યા, કંઈકે માનવતાની જ્યોતને લજાવ્યા
સમજણને વૃત્તિના વારસા લઈલઈને આવ્યા, કંઈક નિપાવ્યા ને કંઈક ડૂબાવ્યા
લઈલઈને આવ્યા કર્મોનો વારસો જગમાં કઈ કર્મોમાં ડૂબ્યા, કંઈક કર્મો દિપાવ્યાં
લોભલાલચના રંગમાં રંગાઈ આવ્યા, એવાં દુઃખદર્દના વારસા લઈને એ આવ્યા
વારસદાર હતા જેના ભૂલીને એ, માયાના વારસા લઈલઈને જગમાં એ આવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)