દેતા ને દેતા રહ્યા છો જીવનમાં, અમને અણસાર તમારા ને તમારા
સમજી ના શક્યા અમે, હતા ડૂબ્યા અમે, મારામાં ને મારામાં અમારા
ફેંકતા ને ફેંકતા રહ્યા તમે અમારા ઉપર, કિરણો કૃપાનાં તમારાં ને તમારા
રહ્યા પૂર્ણ આધારે અમે તો તમારા, મળતા રહ્યા સાથ તમારા ને તમારા
ચૂક્યા ના કદી તમે, રાખવા જગમાં સદા નયનોમાં અમને તમારાં ને તમારાં
લાગ્યા છો સદા જીવનમાં અમને, તમે તો સદા અમારા ને અમારા
રાખો છો સદા જીવનમાં તો અમને, સદા દિલમાં અમને, તમારા ને તમારા
પીવરાવતા થાક્યા નથી તમે પ્રેમના પ્યાલા અમને, તમારા ને તમારા
જુદા પાડી ના શકે કોઈ અમને બનાવીશું દિલથી તમને, અમારા ને અમારા
ખસવા ના દઈશું નજરમાંથી તમને, વસાવી દિલમાં તમને અમારા ને અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)