જીવન ઊભું છે હકીકતને દ્વારે, મુખ મરોડું કે હકીકતને મરોડું
કરું સ્વીકાર એનો જાણીને પ્યારથી, શક્તિથી એની સામે ઝઝૂમવું
છે તાસીર એની માવજતની, હસતે મુખે સ્વાગત એનું કરું
હકીકત એ હકીકત રહેશે, લાખ ઉપાય બદલવા એને કરું
કાં સ્વીકારું હસતે મુખે કાં લડું, કલ્પાંત એમાં શાને કરું
હશે જો ઘડવૈયો એનો ઘડવૈયો એનો, બીજાને એમાં શાને ગણું
સુખદુઃખ છે બંને જીવનનાં પાસાં, વારાફરતી એને અનુભવ્યા કરું
જગમાં જીવનને જો મારું ગણું, એની હકીકતને શાને બીજાની ગણું
અંધારા વિનાની નથી કોઈ હકીકત, કાં સ્વીકાર કરું કાં સ્વપ્ન ગણું
સ્વપ્નાંનાં ફળ નથી ખાવાં, જીવનમાં તો હકીકતનું વાવેતર કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)