જાણીતાઓના ઉપાડા, હૈયાને તો વીંધે ...
એ અજાણ્યું નથી, એ અજાણ્યું નથી
પ્રેમનાં પૂરમાં તો જ્યાં તણાયા, વિવેક એ ભૂલે ...
દુર્બુદ્ધિમાં રહે જે નહાતા, ઉપાધિઓ એ વહોરે ...
કર્મ સંજોગે થાય ભેગા, વીખૂટા પણ કર્મો પાડે ...
સુખની સમાધિમાં શંકાઓ તો પથરા નાખે...
ઇચ્છાઓ પાછળ જે દોડયા વૈરાગ્ય એ ભૂલે ...
લેવા જતાં શુકન જીવનમાં, કદી અપશુકન નડે ...
દોમદોમ સાહ્યબી જો દિલને ડંખે, વૈરાગ્યના પંથે વિચરે ...
આખી ને સાચી વાતો, અધર્મીને ક્વચિત્ જ ગમે...
હુકમ વિનાની બાજી, આવડત ને ભાગ્ય ઉપર નભે...
પ્રભુનાં દર્શન કાજે, નિર્મળ હૈયાની જરૂર પડે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)