નાક દીધું છે પ્રભુએ માનવને, નથી દીધું કાંઈ એ અમસ્તું અમસ્તું
સમજીને જાળવજે કિંમત એની, નથી મુખ પર ઊગેલી અમથી દીવાદાની
હરેક કામમાં લાવજે ના તું વચ્ચે એને, જાળવજે તું એને સમજીને
હરેક કાર્ય ખોટાં તારાં નમાવશે મસ્તક તારું, નમશે નાક વધુ
પડશે પહેલાં દૃષ્ટિ નાક ઉપર, જાળવજે સમજીને કિંમત એની
હરેક કાર્ય માગશે મહેનત એની છે કિંમત એ તો એના નાકની
અનેક રાજવીઓ થયા કંઈકે નાક ખોયાં કંઈકે જાળવ્યાં, સમજ્યા કિંમત એના નાકની
નાક તો છે શોભા મુખની, નથી ઊભી નીકળેલી કાંઈ અમથી
સુગંધ દુર્ગંધ શકે છે એ પારખી, કરજે કિંમત એની તો જાળવી દીવાદાની
કર વેપાર ભલે વેપાર જાણે છે, છે કિંમત એ તો એના નાકની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)