આ દુનિયામાં ઢોંગ ને ઢોંગીઓ પૂજાય છે... (2)
હોય દિલમાં કાંઈ બીજું, મુખથી કાંઈ બીજું બોલતા જાય છે, એ તો શાણા ગણાય છે
કહે કાંઈક બીજું, કરે કાંઈક બીજું, જીવનમાં એવા એ તો વખણાય છે જીવનમાં
લપેટાયેલા જીવનમાં જે હર વાતમાં, વૈરાગ્યની વાતો કરતાં ને કરતાં જાય છે
આપે વચનો મોટાંમોટાં જીવનમાં, પાળવાની ચિંતા ના એ કરે આ દુનિયામાં જોયા નથી જેને જીવનમાં, જેને જોયાના દાવાઓ કરાય છે આ દુનિયામાં ઢોંગી
લડાવી મારી સહુને જગમાં બાજુમાં સરકી જાય છે, આ દુનિયામાં એ હોશિયારી ગણાય
કરવું છે શું જીવનમાં ખબર નથી, એના ખુદના દિલને તોય વ્યાખ્યા એની કરતા જાય
ધોળે દિવસે તારા બતાવે, સહુ એની હામાં હા કરતા જાય છે આ દુનિયામાં …
ઠગો ને બગભગતો આ દુનિયા પર રાજ કરતા જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)