કરે કિસ્મત કરામત તું કેવી, જીવનની એમાં મરમ્મત ને મરમ્મત થાય છે
હકીકત બદલે હવામાં, હવાને હકીકતમાં બદલી તો નાખે છે
ઘટાડે અંતર કંઈક હૈયાનાં, કંઈક હૈયા ને હૈયાનાં અંતર વધારી જાય છે
કરે જીવનની કદી એવી સજાવટ, કદી નપાવટ હાથ તારા દેખાય છે
કદી સુવાડે સુખની શૈયામાં, કદી દુઃખના દિવસો કપાયા ના કપાય છે
વહાવરાવે કદી જીવનમાં પ્રેમની નદી, કદી રુદન ના સુકાયાં સુકાય છે
આવે ના ખ્યાલ શું આપશે અમને, ગહરી ચાલ તો એવી ચાલે છે
કોપાયમાન થાય જીવનમાં જ્યારે, હાલ બેહાલ અમારા થાય છે
કરેએ આજીજી ઘણી ભલે તને, ચાલ તારી ના બદલાય છે
કરે છે રાજ સદા અમારા ઉપર, ઘડેલું ભલે અમારું તું ગણાય છે
પહેરાવે ક્યારે સલામતીના વાઘા, ક્યારે સરેઆમ લૂંટી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)