ક્યાં ચૂક્યો, કર્યું શું ખોટું ના સમજાયું, હાથમાં નામોશી મળી
હતા યત્નો શું અધૂરા કે ખોટા, નામોશી સામે આવી ઊભી
સેવવી હતી ખામોશી, ઝાઝી ના ટકી, બદલામાં નામોશી મળી
શું નામોશી હતું ભાગ્ય મારું, શાને ભાગ્ય રહ્યું છે નામોશીમાં ખેંચી
બિનઆવડત ને અહંકારભરી સમજ, ધરી નામોશી શું જીવનમાં
કરવા ચાહ્યા સફળતાના ડુંગરો પાર, ના કરી શક્યા એ જીવનમાં
મહત્ત્વ સમયનું, બસ સમજતો રહ્યો રહેશે આમ જ તો જીવનમાં
કરવાના સમયે કાર્ય ના કર્યું, રહ્યો ખોટા આડંબરમાં, શું એથી નામોશી મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)