પુરાઈ રહીશ આળસના પિંજરામાં, હાથ ઘસતો રહીશ જીવનમાં
કાટ ચડશે જો પુરુષાર્થને, ચમકશે ના ભાગ્ય એમાં જીવનમાં
ચડશે લોભ-લાલચનું ધુમ્મસ નજરમાં, દેખાશે ના સાચું જીવનમાં
ચડયો જ્યાં અહંનો ભાર હૈયામાં, ખીલશે હૈયું ક્યાંથી જીવનમાં
કિનારે આવેલી નાવ ડૂબાડશે, ખોશે ધીરજ જો જીવનમાં
ભાગ્યના ભરોસે રહેશે જે જીવનમાં, ખતા ખાશે એ જીવનમાં
મહેનત વિના મળશે ક્યાંથી, સમજીશ ક્યારે એ જીવનમાં
વેડફીશ ખોટો સમય જીવનમાં, પુરુષાર્થ કાજે કાઢીશ સમય ક્યાંથી જીવનમાં
દુઃખદર્દનું કોચલું તોડીશ ના, ક્યાંથી વધશે આગળ જીવનમાં
પામ્યા વિના સમાધાન આપીશ, મેળવીશ શું એમાં જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)