1986-03-06
1986-03-06
1986-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1883
નયનો મારાં વાટ જોઈ રહ્યાં છે, દર્શન કરવા તારાં માત
નયનો મારાં વાટ જોઈ રહ્યાં છે, દર્શન કરવા તારાં માત
રાહ જોઈ રહ્યાં છે એ દર્શન કરવા, તારાં દિવસ અને રાત
પલકનો પણ વિયોગ હવે, આકરો બન્યો છે મારી માત
તત્કાળ દોડી આવજે મારી માડી, પછી સાંભળજે મારી વાત
અરમાન ભર્યા છે તારા દર્શન હૈયે ખૂબ મારી માત
દર્શન કાજે નયનો આંસુ સારે માડી, દિવસ અને રાત
હૈયું ઝૂરી-ઝૂરી થાકી રહ્યું છે, તારાં દર્શન કરવા માત
તત્કાળ દોડી આવજે મારી માડી, પછી સાંભળજે મારી વાત
સંસારનાં સુખ ઝેર બન્યાં છે, નથી વસતાં હવે એ હૈયે માત
જીભ પણ હવે રટવા લાગી છે, નામ તારું દિન અને રાત
હાલત મારી વિચારીને, હવે માડી દર્શન દેજે માત
તત્કાળ દોડી આવજે મારી માડી, પછી સાંભળજે મારી વાત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nayanō mārāṁ vāṭa jōī rahyāṁ chē, darśana karavā tārāṁ māta
rāha jōī rahyāṁ chē ē darśana karavā, tārāṁ divasa anē rāta
palakanō paṇa viyōga havē, ākarō banyō chē mārī māta
tatkāla dōḍī āvajē mārī māḍī, pachī sāṁbhalajē mārī vāta
aramāna bharyā chē tārā darśana haiyē khūba mārī māta
darśana kājē nayanō āṁsu sārē māḍī, divasa anē rāta
haiyuṁ jhūrī-jhūrī thākī rahyuṁ chē, tārāṁ darśana karavā māta
tatkāla dōḍī āvajē mārī māḍī, pachī sāṁbhalajē mārī vāta
saṁsāranāṁ sukha jhēra banyāṁ chē, nathī vasatāṁ havē ē haiyē māta
jībha paṇa havē raṭavā lāgī chē, nāma tāruṁ dina anē rāta
hālata mārī vicārīnē, havē māḍī darśana dējē māta
tatkāla dōḍī āvajē mārī māḍī, pachī sāṁbhalajē mārī vāta
English Explanation |
|
My eyes are longing and waiting to see You appear.
My eyes are waiting to see You appear, day and night.
Even a moments separation now, is becoming difficult for me
Run and come here immediately my Mother, then listen to my talks
My heart is filled with desires to seek Your blessings,
My eyes are weeping day and night just to see You appear.
My heart is getting tired, just to see You appear.
Run and come to me immediately Mother, then listen to my talks.
The worldly affairs seem poisonous, they no more give me pleasure.
My tongue also reiterates and chants, Your name day and night.
Seeing my condition Mother, please appear before me.
Run and come here immediately my Mother, then listen to my talks.
Here, Kakaji in this devotional bhajan longs to see the appearance of the Divine Mother .
|