આવ્યા સંજોગો જીવનમાં એક વાર એવા, જાણે માથે પહાડ તૂટી પડયો
ઝીલીઝીલી ઘા જીવનમાં આવા, રીઢો એવો એમાં બની ગયો
ખાવુંપીવું ભૂલ્યો ઘણી વાર એમાં, પાછો તાજો ને તાજો બની ગયો
નથી કાંઈ આ વાત નફ્ફાટાઈની, રાખે છે દરકાર પ્રભુ, છે એનો પુરાવો
નિસ્તેજ બનેલી આંખોમાં પણ, પાથરે પ્રભુ તેજનો અણસારો
છે અંતર તારે ને એની વચ્ચે એટલું, રસ્તા પકડી ખોટા રહ્યો વધારતો
સાચને આવે ના આંચ, માનવા છતાં પકડતો રહ્યો રસ્તો ખોટો
અહંની કૂંડી કરી ના ખાલી, એમાં ને એમાં તો ડૂબતો ગયો
સુખનાં કિરણો પામવા, કંઈક વહેમનાં ને શંકાનાં વાદળો ચીરતો ગયો
સંતોષને સ્થાપી હૈયામાં, દ્વાર દુઃખનાં બંધ એમાં કરતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)