પરણ્યા એટલે થઈ જાય શરૂ જીવનમાં ઉપાધિ
યાદો ને યાદોની ચાલે, રોજ નવીનવી સાઠમારી
કહી ના શકાય, બનશે કોણ ક્યારે વાદી કે પ્રતિવાદી
રોજ કરે જીવનનું તાપણ, રોજ પ્રગટાવી હોળી
જીવે જીવન, લગાવી સપનાંની તો રાખ બનાવી
ધારણ કરે કદી ઉગ્ર રૂપ એવું, સ્વીકારે ના લવાદી
ખેલે રોજ જંગ એવાં શબ્દબાણનું, સરથાળ સાધી
કરે રોજ કોશિશો એકબીજા ઉપર, વર્ચસ્વ સ્થાપવાની
રોજ જીવે જીવન, કદી સંમતિ, કદી અસંમતિ દર્શાવી
જીવે જીવન એવું, એકતાનો ઉદ્દેશ જાય એમાં મરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)