છે એ મારગ તારો, છે મંઝિલ તારી, છે તારી ને તારી એ મુસાફરી
છે સાથીદારો તારા, તારી અંદર, બહાર શાને એને તો ગોતે છે
શોધવા એને, ઊતર્યો ના તારી અંદર, બહાર એ શોધતો રહ્યો છે
કામ શું છે બીજાનું એમાં, સંપર્ક સીધો તારે સાધવાનો છે
અનેક સાગરોની પાર છે મંઝિલ તારી, કરી પાર પહોંચવાનું છે
સુખદુઃખ મોહ અહં વૃત્તિના સાગર, પાર એમાં કરવાના છે
સમર્થ ઇચ્છાને બનાવી સાથીદાર, મંઝિલે તો પહોંચવાનું છે
પડે ના નબળો સાથીદાર તારો, સતત એ તો જોવાનું છે
હાલકડોલક નાવડીને કરવી, સ્થિર લાગશે મુશ્કેલ તો એ કરવાની છે
થઈ ગઈ સ્થિર જ્યાં એ, સડસડાટ એ તો ત્યાં ચાલવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)