હે જીવ જન્મમરણ તો છે નિયંતાને હાથ, કેમ જીવવું જીવન છે તારે હાથ
લઈ આવ્યો કર્મોની મૂડી ઋણાનુબંધનો તો તું તારી સાથ ને સાથ
પડશે ચાલવું પુરુષાર્થની સાચી કેડીએ, રાખી હૈયામાં તો એ વિશ્વાસ
લાગ્યો હોય જગમાં જો તને જન્મોજનમનો, જીવનમરણનો ત્રાસ
સ્વના ભાવમાં જવાનું જ્યાં જગમાં, નડી રહ્યા છે તને તારાં સ્વભાવ
હરેક તારાં કાર્યમાં જીવનમાં, પડતો ને પડતો રહ્યો છે એનો પ્રભાવ
દુઃખદર્દનાં મોજાં ઊછળે છે જ્યાં હૈયામાં, બની જઈશ એમાં લાચાર
રાખજે સદા નિયંત્રણમાં જીવનમાં, તારા ને તારા તો આચાર
પૂર્ણતાની કેડીએ ચાલવાનું છે જીવનમાં, ઊંચકીને અપૂર્ણતાનો ભાર
રાખજે સાથમાં ધીરજ ને હિંમતની મૂડી, પડશે જરૂર એની ભારોભાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)